top of page
અમારી સેવાઓ
એક્સટર્નલ કાઉન્ટર પલ્સેશન (ઇ.સી.પી.)
કુદરતી બાયપાસ પ્રક્રિયા
ઇ.સી.પી. હૃદય રોગ માટે એક પીડારહિત, સુરક્ષિત અને અસરકારક સંચાલન છે જેનાથી સર્જરી વિના તરત સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ અને કાયમી લાભ મળે છે.
શું ઇ.સી.પી. તે તમારા માટે યોગ્ય છે?
ઇ.સી.પી. ની સલાહ એ લોકોં માં અપાય છે જેમને:
-
યોગ્ય દવાઓ લેવા છતાં, છાતીમાં દુખાવો (અંજાઇના) છે પરંતુ તે બાયપાસ સર્જરી અથવા એન્જીયોપ્લાસ્ટી (સ્ટેન્ટ) માટે તૈયાર નથી
-
બાયપાસ સર્જરી અથવા એન્જીયોપ્લાસ્ટી (સ્ટેન્ટ પ્રક્રિયા) કરાવી છે, પરંતુ તેમને ફરીથી તકલીફ થાય છે અને એ ફરીથી પ્રક્રિયા માટે તૈયાર નથી
-
હૃદયની નિષ્ફળતા (હાર્ટ ફેલ્યુર - નબળું અથવા મોટ્ટું થયેલું હૃદય) છે અને યોગ્ય દવાઓ લેવા છતાં તેમને તકલીફ થાય છે.
આ સ્થિર અંજાઇના અને હૃદયની નિષ્ફળતાના ઉપચાર માટે અમેરિકન એફ.ડી.એ. દ્વારા મંજૂર છે.
ઇ.સી.પી. કેવી રીતે કામ કરે છે?
ઇ.સી.પી. દરમિયાન, પગ પર લપેટેલી પટ્ટી રક્ત વાહિનીઓને દબાવીને લોહીને હૃદય તરફ ધકેલે છે. આ દબાણનો સમય હૃદયના ધબકારા સાથે સંકલન કરે છે જેથી લોહીનો પ્રવાહ હૃદયને ત્યારે પહોંચે છે જ્યારે તે ખુલતું હોય.
જ્યારે આ વારંવાર કરવામાં આવે છે, ત્યારે તે કુદરતી પ્રક્રિયા ઉત્તેજીત થાય છે અને વધી જાય છે, જેનો ઉપયોગ કરીને, લોહીના પ્રવાહ માટે, શરીર હૃદયની ધમનીના અવરોધો વાળા લોકોમાં વૈકલ્પિક માર્ગ બનાવે છે.
તેથી, ઇ.સી.પી. સાથે આવા કુદરતી બાયપાસ જલ્દી બને છે.
bottom of page